રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચિવ જે.પી. મોઢાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ


કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.સંયુકત સચીવને કોરોના આવતા ફફડાટ ફેલાય ગયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંયુકત સચીવ જે.પી. મોઢાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. જેથી મોઢા હાલ રજા પર હતા. કોરોના પોઝીટીવ આવતા તુરંત હોમ આઇસોલેટ થઇ ગયા છે. સંપર્કમાં આવેલ તમામ લોકોને પણ કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.સીએમના સંયુકત સચિવ જે.પી. મોઢા સહિત તેમના અન્ય પરિવારના સભ્યોનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.