મહુવા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ આંઠ (૮) ઘરફોડ ચોરી તથા ભાવનગર શહેર માંથી થયેલ એક મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ઓરીજનલ મુદ્દામાલ કિ.રૂ.૫૯,૬૩૫/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર


ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન નેસવડ ચોકડીએ આવતા નેસવડ બાજુથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર બે ઇસમો શંકાસ્પદ રીતે LED TV તથા લેપટોપ તથા ગ્રાઇડર વિગેરે બીલ વગરની વસ્તુ લઇને આવતા તેઓને રોકી તેઓ પાસેની વસ્તુના બીલ માંગતા નહી હોવાનુ જણાવતા તુર્તજ પંચોના માણસોને બોલાવી નામઠામ પુછતા (૧) કુલદીપસિંહ કિશોરસિંહ વાજા જાતે- રાજપુત ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.નેસવડ, ખારા વિસ્તાર, તા.મહુવા, જી.ભાવનરગ વાળો હોવાનુ જણાવેલ તથા (૨) દિપકભાઇ ઉર્ફે બાબુ જસુભાઇ બારૈયા જાતે- કોળી ઉ.વ.૨૧ ધંધો વેલ્ડીંગનો રહે.નેસવડ, ખારા વિસ્તાર, તા.મહુવા, જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ મજકુર બન્ને પાસેથી ચોકી કરીને મેળવેલ (૧) એક acer કંપનીનુ લેપટોપ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- (૨) એક LED TV જેની કિ.રૂ.૯,૦૦૦/- (૩) એક ગ્રાઇડર જેની કિ.રૂ.૧૫૦૦/- (૪) એક હાર્ડ ડીસ્ક 1 TB ની WD Blue માર્કાની જેની કિ.રૂ.૫,૦૦૦/- (૫) એક હાર્ડ ડીસ્ક 1 TB ની TOSHIBA કંપનીની જેની કિ.રૂ.૫,૦૦૦/- (૬) ગ્રાઇડરની બફિંગ ડીસ નંગ-૯ જેની કિ.રૂ.૧૩૫/- (૭) એક MI કંપનીનો Redmi Note-4 મોબાઇલ જેની કિ.રૂ.૪૦૦૦/- (૮) એક Realme કંપનીનો મોડલ નં.2 pro જેની કિ.રૂ.૫૦૦૦/- (૯) એક MI કંપનીનો મોડલ નં.Redmi Note-7 જેની કિ.રૂ.૫૦૦૦/- (૧૦ એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના એન્જીન નં.HA10EJDHC27045 તથા ચેસીસ નં.MBLHA10AMDHC52603 છે. જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને મજકરુ બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.
મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ઉપરોક્ત વસ્તુ બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે દોઢ વર્ષથી એક મહિના દરમ્યાન મહુવા તથા નેસવડ તથા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અલગ અલગ દુકાનો, મીકેનિકલ વર્કસના ડેલા, સ્ટીલના શોરૂમ તથા ભંગારના ડેલાઓ માંથી ચોરીઓ કરેલનુ જણાવેલ છે. તેમજ આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ઉતરાયણના બે-ત્રણ દિવસ પછી કાળીયાબીડ અને ઝવેલ્ર્સ સર્કલની વચ્ચેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ ડાયરેક કરેલ પડેલ હતુ જે મોટર સાયકલ ચાલુ કરીને ચોરી કરીને લઇ દીધેલનુ જણાવેલ છે.
જે અંગે રેકર્ડ ઉપર ખાત્રી કરતા (૧) મહુવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૧૬૪૫ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ તથા (૨) મહુવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૧૬૪૭ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુબજના ગુન્હાઓ દાખલ થયેલ છે. જેથી મજકુર બન્ને આરોપીઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા
એજાદ શેખ રીપોર્ટર