માધાપરના યુવાનને વીજ શોક ભરખી ગયો, અંજારના આધેડે ગળાફાંસો ખાધો ગાંધીધામની મહિલાએ ગળાફાંસો ખાતા મોત
copy image

જુદા જુદા અપમૃત્યુના કિસ્સામાં ચાર વ્યકિતઓની જીવન લીલા સંકેલાઈ ગઈ હતી. માધાપરના યુવાનને વીજ શોક લાગતા તેમજ ખાવડાના યુવાનને હદય રોગનો હુમલો આવતા મોત નિપજયા હતા. તો ગાંધીધામની મહિલા અને અંજારના આાધેડે ગળાફાંસો ખાઈ લીધો હતો.માધાપર નવાવાસમાં રહેતા કરસન ઉમરભાઈ કોલી(૪૦) બી.એસ.એને.એલમાં ખાનગી કોન્ટ્રાકટર પાસે કામ કરતો હતો. ત્યારે માધાપર જોષી પેટ્રોલ પંપની બાજુમાં ટેલીફોન લાઈનનું રીપેરીંગ કામ ચાલુ હતુ ત્યારે વીજ શોક લાગતા મોત નિપજયુ હતુ. ખાવડાના રહેવાસી દિલીપભાઈ ચતુર્ભુજ દાવડા(ઠકકર) માધાપરના સ્વામિનારાયણ નગરમાં મરણ પ્રસંગે આવ્યા હતા. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડાતા જયાં ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કરતા કર્યા હતા.અન્ય આપઘાતના એક બનાવમાં ગાંધીધામના રોટરી નગરમાં મકાન નં.૧૪ માં રહેતી સોનાદેવી સુજીત ચૌધરીએ પોતાના ઘરે ચુંદડી વડે પંખામાં લટકીને આપઘાત કરી લીધો હતો. બીજા એક બનાવમાં અંજારના મહાદેવનગરમાં ૫૫ વર્ષીય પંકજભાઈ મગનભાઈ હળપાણી(પટેલ)એ અંજારના જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી આવેલ ઉમિયા આઈસ ફેકટરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ખાસ સૂત્રો મારફતે