ભુજના સંસ્કારનગરના રહીશોએ નગરસેવકોને ગટરના પ્રશ્ને લીધા જપેટમાં
ભુજ સંસ્કારનગરમાં વહેતા ગટરના ગંદા પાણીના લીધે અહીં રહેતા નાગરિકો શ્વાસ પણ લઇ શકતા નથી. લોકોનું જીવવાનું દૂસબાર બન્યું છે. ભયંકર રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે ત્યારે તાત્કાલિક ધોરણે જો આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થવા પામશે. વરસાદી પાણીનો ભરાવો હોય કે ગટર ઉભરાવાની સ્થિતિ હોય, વરસોથી અહીં વસતા લોકો એને સહન કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં દાદ નથી મળતી એવો આક્રોશ પ્રગતિ મંડળ, મારુતિ વિકાસ મંડળ, મહિલા મંડળ, સહેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે બોલાવેલી મિટિંગમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરમ્યાન, આ વિસ્તારના કાઉન્સેલર અને ઉપપ્રમુખ ડો. રામભાઇ ગઢવીએ કહ્યું હતું કે, સમસ્યાથી અજાણ નથી, પરંતુ તેને દૂર કરવા સર્વે સાથીદારો પ્રયાસ કરશે. આ ઉપરાંત શહેરના નગરસેવકો મહિદીપસિંહ જાડેજા, ચૌલાબેન સોનીની ઉપસ્થિતિમાં મળેલી આ મિટિંગમાં લોકોનો આક્રોશ જોવા મળ્યો હચો. સૌએ એક જ વાત કરી હતી કે, કામ જોઇએ, સ્વચ્છતા જોઇએ… ગટરની ગંદકી નહીં. ચૂંટેલા પ્રતિનિધિઓ પરત્વે પણ નક્કર કામગીરીની આશા રાખી જ શકીએ. આ મિટિંગમાં ઉપસ્થિત કચ્છ ચેમ્બર પ્રમુખ રાજેશભાઇ ભટ્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોઇપણ કામને પૂરું કરવા માટે ઇચ્છાશક્તિની જરૂર પડે છે. પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહજી જાડેજાએ બોલતાં કહ્યું હતું કે, હવે આશ્વાસન નહીં-ઉકેલ જોઇએ છે. તેમણે જરૂર પડે તો સ્થાનિક લોકભાગીદારી દ્વારા ફંડ ઊભું કરવાની પણ વાત કરી હતી. મારુતિ પ્લોટસ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઇ રાજદે, સહેલી ગ્રુપના કુસુમબેન માણેક, મંત્રી રચનાબેન?શાહે પણ પોતાના વક્તવ્યમાં જેમ બને તેમ જલ્દી પ્રશ્નોનો નિકાલ આવે તેવો અનુરોધ કર્યો હતો. ડો. સુરેશભાઇ બુદ્ધભટ્ટી, મનીષભાઇ પલણ, હસિત વોરા, સમીર શાહ, શિરીષભાઇ ધોળકિયા, જયેન્દ્રસિંહ એન. જાડેજા, અજય જોશી, જયદીપસિંહ જાડેજાએ વિવિધ સૂચનો કર્યા હતા. આ મિટિંગમાં પ્રગતિ મંડળના ઉપપ્રમુખ પ્રીતમભાઇ રાવલ, મારુતિ પ્લોટ વિકાસ મંડળના મંત્રી સંજયભાઇ ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઠક્કર, મંત્રી હંસાબેન ઠક્કર, કાઉન્સેલર ભૌમિક વચ્છરાજાની, શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશભાઇ ઠક્કર, કનકભાઇ ઠક્કર, દેવાંગભાઇ?છાયા, નરેન્દ્રભાઇ ઠક્કર, કૌશિકભાઇ ભટ્ટ, જગદીશભાઇ ભટ્ટ, ભગીરથ?ધોળકિયા અને બહોળી સંખ્યામાં બહેનો-ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મિટિંગનું સંચાલન કૃષ્ણકાંત ભાટિયાએ કર્યું હતું.