ગઢશીશા ખાનગી તબીબ પોઝિટિવ આવ્યા બાદ સંલગ્નો-દર્દીઓ સહિત 392 જણને અલવિદા

માંડવી તાલુકાના સૌથી મોટા અને આરોગ્ય ક્ષેત્રે પણ મહત્ત્વ ધરાવતા ગઢશીશા ખાતે ખાનગી હોસ્પિટલ ચલાવતા ડો. પુરુષોત્તમ લીંબાણીને રેપિડ ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝિટિવ આવતાં જાણે વિસ્ફોટ થયો હોય તેમ એકી સાથે 390 જણ ક્વોરેન્ટાઈન કરાયા છે. તબીબ બાદ લેબોરેટરી સંચાલકના પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં સમગ્ર સ્ટાફની પણ આરોગ્ય તપાસણી કરાઈ, સાથે-સાથે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર તથા લેબોરેટરી એમ સમગ્ર સંકુલને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈ કરવામાં આવ્યા અને પછી દવા લઈ રહેલા – લઈ ગયેલા દર્દીઓનો વારો આવ્યો…આ જાણીતા અને લોકપ્રિય તબીબ પાસે દવા માટે આવેલા કુલ 398 જેટલા દર્દીઓ તથા તેમના પરિવારજનોને પણ 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવા સાથે તેમના પણ ટેસ્ટ લેવાયા હોવાનું જાણવા મળે છે.આ 392માં ગઢશીશા તથા આસપાસના વિસ્તારના ગ્રામ્ય લોકોનો પણ સમાવેશ થાય છે. તમામ લોકો હાલમાં `સહપરિવાર’ હોમ ક્વોરેન્ટાઈન થતાં પહેલીવાર સામૂહિક ધોરણે ડર પ્રસર્યો છે અને વધી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણથી અત્યાર સુધી સુરક્ષિત એવા ગઢશીશા પંથકમાં એક સાથે 392 જેટલા ક્વોરેન્ટાઈન આંક આવતાં લોકોમાં ભારે ફફટાડ ફેલાયો છે.આરોગ્ય તંત્ર પણ `ધંધે’ લાગ્યું છે, હજુ પણ ગ્રામજનો તથા વિસ્તારના લોકે જાગૃતિ દાખવી ક્વોરેન્ટાઈન થયેલા લોકોથી અંતર જાળવી સંક્રમણ અટકાવે તે વર્તમાન સમયમાં ખાસ જરૂરી બન્યું છે. જો કે, કયા ગામના કેટલા દર્દીઓ કવોરેન્ટાઈ થયા છે તેનો સત્તાવાર આંક પ્રાપ્ત નથી, પણ 392ના આંકને સમર્થન મળી રહ્યું છે.’

ખાસ સૂત્રો મારફતે