ભુજ શહેરના બિસમાર માર્ગોનું ઝડપભેર રિપેરિંગ કામ હાથ ધરાશે..?

  શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વરસાદથી બિસમાર બનેલા માર્ગોની તાત્કાલિક સુધારણા કરવા ધારાસભ્યે નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે ટૂંક જ’ સમયમાં રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવશે. ડો.નીમાબેન આચાર્યે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ખૂબ જ ઉબડખાબડ અને બિસમાર બન્યા છે. રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. જે માર્ગો પંચાયત અને રાજ્ય હસ્તક છે જેનો સર્વે કરીને તાત્કાલિક રિપેર કરવા માંગ કરી છે. નીમાબેને આપેલી વિગતો અનુસાર તે રસ્તા ગેરંટી પિરીયડમાં હશે એનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. પ્લાન-એસ્ટીમેન્ટ સુપરત કરી દેવાયા છે અને ઝડપભેર કામગીરી આરંભી દેવામાં આવશે. તો ગટરની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું કે, જી.યુ.ડી.સી. એ નાખેલી ગટર પાઈપલાઈન આખી નવેસરથી નાખવા માટે ખાસ કિસ્સામાં ગ્રાન્ટ મંજૂર કરાવાઈ છે અને ટૂંક સમયમાં આ કામગીરી પાણી પુરવઠા વિભાગ હાથ પર લેશે તેવી વિગતો અપાઈ હતી.’

પ્રતિનિધિ મારફતે