ભુજમાં ગટરની નવી લાઇનના ટેન્ડર મંજૂર થયા છે : સુધરાશે ક્યારે..??

શહેરમાં ગટરલાઇન બેસી જવાના બનાવોના પગલે ઊભા થયેલા નાગરિકોના ઉશ્કેરાટને પગલે હરકતમાં આવેલી સુધરાઇ દ્વારા વિવિધ નવા કામોના ટેન્ડરની વિગતો રજૂ કરીને’ રાત-દિવસ કામ કરીને પ્રશ્નોનું નિરાકરણ લવાશે તેવી હૈયાધારણ અપાઇ?હતી. પ્રમુખે એક યાદીમાં જણાવ્યું હતું કે, જીયુડીસીની બધી લાઇનો બેસી ગઇ છે. ત્યારે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના પ્રયાસોથી ગટરલાઇનના કામો, પમ્પિંગ સ્ટેશન, અમૃત યોજના પણ તે માટે પા.પુ. ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર મંજૂર કરી એજન્સી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 35.26 કરોડના ટેન્ડર મંજૂર થયા છે. જેમાં ઘનશ્યામનગરથી એસ.ટી. થઇ બુધરમલ પંપથી સ્ટેશન રોડ,ભીડગેટ, મંગલમથી ખેંગારપાર્ક, સરપટ ગેટ પમ્પિંગ સ્ટેશન સુધીના કામો મંજૂર થયા છે. આમ ટૂંક સમયમાં પ્રશ્ન હલ થશે.

ખાસ સૂત્રો દ્વ્રારા