50થી 70 વયજૂથવાળા દર્દીઓમાં વધુ જોખમી છે કોરોના

કચ્છમાં કોરોનાના આંકડા ઊંચકાઈ રહ્યા છે તેના કારણમાં રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટનું વધેલું પ્રમાણ પણ મનાય છે. કુલ 12,475 ટેસ્ટમાંથી 1362 પોઝિટિવ કેસો જણાયા છે. કોવિડ હોસ્પિટલોમાં 180 તો હોમ આઈસોલેશન કરાયેલાની સંખ્યા 51 હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. દાખલ દર્દીઓમાં 172 પુરુષો અને 52 મહિલા તો મૃત્યુની વિગતોમાં 32 પુરુષો અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે. તાલુકાવાર હોમ આઈસોલેટેડ લોકોની વિગતો જોઈએ તો ભુજમાં 20, ગાંધીધામમાં 15, અંજારમાં 12 તથા માંડવી અને ભચાઉમાં બબ્બે જણ છે. પોઝિટિવ કેસોની ઉંમર ગ્રુપ પ્રમાણેની વિગતો જોઈએ તો 10 વર્ષ સુધીના 15માંથી 15 સાજા થયા ગયા. 11માંથી 20 વર્ષવાળા 38 પોઝિટિવમાંથી પાંચ દાખલ છે, 33 સાજા થયા. યુવાનોમાં વધુ કેસ જણાયા જેમ કે 21થી 30 વર્ષના 247 પોઝિટિવમાંથી 28 દાખલ છે. 31થી 40 વર્ષના 311માંથી 46 દાખલ છે, એકનું મૃત્યુ થયું છે. 41થી 50 વર્ષના 266 પોઝિટિવમાંથી 47 દર્દી દાખલ છે. 9ના મોત થયા છે. 50થી 60 વર્ષના 257 પોઝિટિવમાંથી 11ના મૃત્યુ થયા છે, તો 54 દાખલ છે. 61થી 70 વર્ષના 163 પોઝિટિવમાંથી 13ના મોત થયા તો 33 દાખલ છે. 71થી 80 વર્ષના 50 પોઝિટિવ લોકોમાંથી 10 દાખલ તો 8 અવસાન પામ્યા છે. 80થી વધુ ઉંમરના આઠ દર્દી પોઝિટિવ જણાયા તે પૈકી એક દાખલ છે અને એકનું અવસાન થયું છે, જ્યારે અન્ય સ્વસ્થ થતાં ઘેર જવા વિદાય અપાઈ હતી.