ભુજ તાલુકાનાં કુકમાં ગામે શરાબના ધંધા બાબતે થયેલી હત્યાના 2 શખ્સો પોલીસના સકંજામાં

ભુજ તાલુકાના કુકમા ખાતે સોમવારે દેશી શરાબના શખ્સે ધંધાની ટસલમાં 2 ભાઇ પર છરી થી  હુમલો કરી નાના ભાઇને મોત ને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનામાં પોલીસે કોરીડ -૧૯ નો રિપોર્ટ કરાવ્યો તો જે નેગેટીવ આવતા મંગળવારે સત્તાવાર અટક કરવામાં આવી હતી. આજે કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે,જયારે ત્રીજો શખ્સ હજુ હાથ લાગ્યો નથી.મોટી રેલીના 2 યુવાન પર કુકમા ગામે છરીથી શોકતઅલી ઉર્ફે અભલો બરકતઅલી પઠાણ અને ઉમર સુમાર બાફણ (રહે.કુકમા) વાળાએ પસાર થઇ રહેલા બે ભાઇ આઝાદ હુશેન ક્કલનું મોત નિપજાવ્યું હતું.અકબર ઉર્ફે અકલો અબ્દુલ મ્યાત્રા ( રહે . ભુજ ) વાળાની ચઢામણીથી બંને જણે હુમલો કર્યો હોવાની ફોજદારી નોંધાવાઇ હતી . ગણતરીના કલાકોમાં પોલીસે બંનેની અટકાયત કરી કોરીડ ૧૯ નો રિપોર્ટ કરાવ્યો હતો જે મંગળવારે સાંજે નેગેટીવ આવતા અટક થઈ હતી આજે બુધવારે સવારે રીમાન્ડની માંગણી સાથે બંને શખ્સોને કોર્ટમાં રજુ કરાશે તેવુ પદ્ધર પીએસઆઇ એસ.આર.જાડેજાએ જણાવ્યું હતું તો બંને શખ્સોની ચઢામણી કરનાર ત્રીજો આરોપી અકબર માત્રા હજુ પોલીસ ના હાથે લાગ્યો નથી તેની  શોધખોળ હાથ ધરાઇ છે.