કોઠારામાં નાસી ગયેલ કોરોનાનો દર્દી ગણતરીના કલાકોમાં શોધી કઢાયો

કોઠારા: લોકોમાં કોરોનનો ભય કેટલો ભરેલો છે તે કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દેખાઈ રહ્યો હતો. સવારે વરાડિયાનો 64 વર્ષીય વૃદ્ધ તાવ, શરદી, ઉધરસની દવા લેવા માટે આવ્યો હતો ત્યારે અહીંના પ્રાથમિક આરોગ્ય ખાતે શંકાસ્પદ લાગતાં તેનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વૃદ્ધ ઈસમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જેથી તેને અલગ બેસાડવામાં આવ્યો હતો, પરંતુ તે થોડીક વારમાં ત્યાંથી ગાયબ થઇ?ગયો હતો. પ્રા. આરોગ્ય કેન્દ્રના કર્મચારીને જાણ થતાં તુરંત જ તેની શોધખોળ કરવામાં આવી પરંતુ ક્યાંય પણ તે ન મળતાં કોઠારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. કોરોનાગ્રસ્તની ક્યાંય પણ ભાળ ન મળતાં આરોગ્ય તંત્રમાં દોડાદોડી મચી ગઇ હતી. કોઠારાના મે. ઓફિસર એમ. કે. સિન્હા, હેમંત પરગડુ, ગોપાલ પીઠવા, વિક્રમ સોલંકી ઉપરાંત કોઠારા ફોજદાર એચ. એચ. જાડેજા, બલભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા, કુલદીપસિંહ રાણા સહિતે આદરેલી શોધખોળના અંતે બપોરે વરાડિયા વાડી વિસ્તારમાંથી શોધી કાઢયો અને મસ્કા ખાતે આવેલી કોવિડ?હોસ્પિટલમાં રિફર કરાયો ત્યારે સૌએ હાશકારો અનુભવ્યો હતો.’