ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાંથી ૪.૬૧ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ગાંધીધામ ગણેશનગરમાં  રેડ  પાડી પોલીસે ૪.૬૧ લાખની કિંમતનો  ઇંગ્લીશ દારૂ – બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભુજના સુખપર ગામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. રેડ દરમ્યાન બે શખ્સોએ પોલીસને ચકમો આપતા ફરાર થઈ ગયાહતા.અંજાર ડીવાએસપી કચેરીનો સ્ટાફ ગત સાંજના સમય દરમ્યાન પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીધામના સેક્ટર નં.૬.ગણેશનગરમાં રહેતાં ગોવિંદ ડાહ્યાભાઈ ચંદેના મકાનમાંથી  અમુક  લોકો તુફાન  જીપમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો  ભરી રહ્યા ની  જાણ મળી છે . જેથી પીએસઆઈ એમ.એમ.વાઢેર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રેડ દરમ્યાન  સ્થળ પર  ત્રણ આરોપીઓ  મકાનમાં રખાયેલાં ઇંગ્લીશ દારૂની પેટીઓ           તૂફાન  જીપ ( જી.જે. ૧૨ એકસ. ૪૨૨૪ ) માં ભરતા હતા.  પોલીસે રેડ દરમ્યાન  એક  શખ્સને ઝડપી પાડ્યો હતો . જો કે , બે શખ્સો અંધારાનો ફાયદો લઈ નાસી ગયા હતા. ઝડપાયેલા શખ્સનું નામ  મિતરાજસિંહ  પચાણસિંહ  સોઢા ( ઉ.વ.૨૨ રહે,સુખપર જૂનો વાસ,વૃંદાવનનગર,ભુજ.મૂળ રહે,પૈયા તાલુકો-ભુજ ) છે. પોલીસે  મકાનના આંગણમાં પડેલી અને તૂફાન જીપમાં રખાયેલાં ૪.૬૦ લાખના ઇંગ્લીશ દારૂના જથ્થાને જપ્ત કર્યો છે.પોલીસે અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૨.૧૮.૪૦૦ રૂપિયાની કિંમતની  કુલ્લે  ૫૨ પેટી (બોટલ  નંગ ૬૨૪ ) અને ૨.૪૨.૪૦૦  રૂપિયાની કિંમતની  બિયરની  ૧૦ પેટી        ( કુલ્લે ટીન નંગ ૨૪૦ ) મળી  કુલ્લે ૪.૬૦.૮૦૦  રૂપિયાનો ઇંગ્લીશ દારૂ,  ૪ લાખની જીપ, ૫૫૦૦ ની કિંમતના બે મોબાઇલ ફોન વગેરે મળી કુલ્લે ૬.૪૭.૯૦૦ રૂપિયાની  કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમ્યાન ભુજની લોટસ  કોલોનીમાં  રહેતો ઇબ્રાહીમ હાસમ  અને એક અજાણ્યો શખ્સ નાસી છૂટયાં હતા. ગણેશનગરમાં જેના રહેણાંક મકાનમાંથી  ઇંગ્લીશ દારૂ જપ્ત કરાયો છે તે મકાન ગોવિંદ ઉર્ફે ગવલો ડાહ્યાભાઈ ચંદે  નામના શક્સના કબ્જા-ભોગવટાનું છે. જોકે,રેડ દરમ્યાન તે મકાનમાં તે હાજર નહતો. આ અંગે અંજાર ડીવાયએસપી કચેરીના પોલીસ કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક ચારેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશનની ધારાઓ હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે ઝડપી પાડેલી તૂફાન ઉપર પ્રેસનું સ્ટિકર રેડ દરમ્યાન જે તૂફાન જીપમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઠલવાતો હતો. તે જીપ ઉપર પ્રેસ લખેલું સ્ટિકર જોવા મળ્યું હતું. આ અંગે પોલીસે ઝડપાયેલા મિતરાજસિંહની પૂછપરછ કરી પણ તેણે અજાણતા દર્શાવી છે. તૂફાન જીપ ભુજના ઇબ્રાહીમ હાસમની હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ પીઆઇ આર.એલ.રાઠોડે જણાવ્યુ કે,પોલીસને શંકાના જાય તે હેતુથી પ્રેસનું સ્ટિકર લગાવાયું હોઈ શકે છે. અલબત્ત, વધુ માહિતી ઇબ્રાહીમની ધરપકડ બાદ જ જાણવા મળશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *