દેશભરમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર: 24 કલાકમાં 94,372 નોંધાયા કેસ, કુલ કેસ 47 લાખને આસપાસ

દેશભરમાં કોરોના મચાવી રહ્યો હાહાકાર,ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 47 લાખ આસપાસ આવી ગયો છે. જ્યારે કોરોના વાયરસના કારણે 78 હજારથી વધુ દર્દીઓ મોત ને ભેટ્યા છે. કોરોનાના સંક્રમણના બાબતે ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ચુક્યો છે. દેશભરના રાજ્યોમાંથી મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. મહારાષ્ટ્ર દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 10 લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બની ગયા છ.

દેશમાં હવે દરરોજ 90 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,372 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1114 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

દેશમાં હવે કોરોનાના કુલ કેસ 47,54,356 છે. દેશમાં કુલ 78,586 મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 37,02,595 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ દેશના એક્ટિવ કેસ 9,73,175 છે.