માંડવી શહેરમાં 8 દિવસ પહેલા આંગળીયાત પૌત્રી પર દાદાએ નજર બગાડી


માંડવીના ઘનશ્યામ નગરમાં રહેતી પૌત્રી પર દાદાએ નજર બગાડી ગત વર્ષે કાળી ચૌદસના અને આઠ દિવસ પૂર્વે શારીરિક અડપલા કરતા પૌત્રીએ માતાને જાણ કરી હતી. પુત્રવધુએ સસરા વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. માંડવી પોલીસ સ્ટેશને ગત રાત્રે શારીરિક અડપલા, છેડતી અને પોક્સોની કલમ તળે પુત્રવધુએ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ: ફરીયાદીના અગાઉ લગ્ન થયા હતા જેમાં પુત્રીએ જન્મ લીધો હતો, બાદમાં આરોપીના પુત્ર સાથે બીજા લગ્ન થયા છે જયાં પુત્રીને સાથે લઇ આવી હતી. ગત વર્ષે કાળી ચૌદસના રાત્રીના સમયે દાદાએ કિશોરી સાથે શારીરિક અડપલા કરી હિન હરકત કરી હતી, તો ગત ચોથી ઓગસ્ટના રોજ પણ દાદાએ ફરી કુદ્રષ્ટિ કરવાનું શરૂ કરતા પૌત્રીએ માતાને વાત કરી હતી અને પુત્રવધુએ પોતાના સસરા વીરૂદ્ધ માંડવી પોલીસ મથકે વિધીવત ફોજદારી નોંધાવી હતી. દાદાએ જ પોત્રી સાથે નજર બગાડતાં ચોતરફથી ફીટકાર વરસ્યો હતો.