ભુજ શહેરમાં એક રિક્ષાના ચાલકની ઉપર તિક્ષણ હથિયાર વડે કરાયો હુમલો
ભુજ શહેરના ખારસરા મેદાન પાસે રિક્ષા ચાલક ઉપર કોઈ તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયાનો આ બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મામદ આમદ થેબાએ રિક્ષાના ચાલક રજાક જકરિયા મેમણ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ પ્રકરણમાં ઇજાગ્રસ્તને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમની ફરિયાદ ઉપરથી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.