લોરીયા પાસે માધુભા સોઢા અને બોર્ડર વિંગ ના જવાનો દ્વારા ગૌવંશનો માસ ઝડપાયો.

લોરીયા ચેકપોસ્ટ નજીક શિવસેના કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢા અને બોર્ડર વિંગ ના જવાનો એ ૧૫ થી ૨૦ કિલો ગોવંશનો માસ ઝડપી પાડ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે આજે ગેરકાયદેસર માંસ પકડી પાડેલ તેમજ તેની સાથે સ્કુટર પણ ઝડપી પાડેલ સ્કુટરમાં રીયા તેમજ સ્વામિનારાયણ નો લોગો લાગેલ હતો. પોલીસે માહિતી દરમ્યાન જણાવેલ કે, આજે બન્ની વિસ્તારની અતિ મહત્વની ગણાતી સરહદ લોરીયા-ચેકપોસ્ટ ઉપર ફરજ દરમ્યાન બોર્ડર વિંગના જવાનો દ્વારા વાહન તપાસણી થતી હતી. ત્યારે આ ગેરકાયદેસર માંસ પકડાયેલ તેમજ આરોપીને ઝડપવા ભુજ બી ડિવિઝન પોલીસ તપાસ જોતરાઈ છે. ભુજ બી ડિવિઝન પી.એસ.આઈ.એન.એમ.ચૌધરી, તથા અનીશ હેડકોન્સ્ટેબલ હિમંતસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોચી ઉપરોક્ત વાહન તેમજ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરેલ માંસનો જથ્થો લેબ્રોલેટરીમાં મોકલાયા બાદ ખબર પડશે છે. કયાં પ્રાણીનું આ માંસ છે.

મહાશિવરાત્રી પર્વને માંડ બે દિવસો જેટલા છે. ત્યારે આ માંસ ઝડપાતા હિન્દુઓની આસ્થા દુભાઈ છે.તેમજ હેરફેરમાં પકડાયેલ સ્કુટર ઉપર પણ ધાર્મિક ચિન્હ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો લોગો લાગેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *