મુન્દ્રા તાલુકાનાં પત્રી ગામેથી ચોરી થયેલ ૮૦ હજારના કપાસમાં બે શખ્સોની પોલીસે કરી અટક.

મુન્દ્રા તાલુકાનાં પત્રી ગામેથી અગાઉ સમય પેહલા વાડીમાંથી ચોરી થેયેલાં ૮૦ હજાર રૂપિયાનો ૪૦ મણ કપાસ કોઈ અજાણ્યા શખ્સોની ટોળીએ ચોરી કરી હતી તે બનાવનો રહસ્ય મુન્દ્રા પોલીસે હલ કરી નાખ્યો છે. પોલીસે આ બનાવમાં ઝીણવટભરી કાર્યવાહી હાથ ધરી મહેસાણામાંથી બે શખ્સોની ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઝડપી પાડેલા બે શખ્સોના નામ ગોવિંદ વિરચંદ ઠાકોર રહે, વડાણા.ભાભર ,બનાસકાંઠા તથા મુકેશ હેદુજી ઠાકોર રહે,ઈશ્વરીયા ,વાવ,બનાસકાંઠા તેમજ હાલે મહેસાણા સીએસ્ટ લેબર કોલોની માં રહે છે. પોલીસે ચોરીમાં વપરાયેલી જીપ નં.જી.જે.૦૨ એક્સ.એક્સ. ૫૧૨૪ વાળીની રિકવરી કરી હતી. મુન્દ્રાના પીઆઇ એમ.જે.જલુએ જણાવ્યુ કે, ગોવિંદ નામનો શખ્સ અગાઉ પત્રી ગામની સીમમાં બીજી એક વાડીમાં ભાગીયા તરીકે ત્યાં કામ કરતો હતો. તેથી તે આ વિસ્તારનો અનુભવ હતો. ગોવિંદ તથા પિન્ટુ નામના બીજા એક શખ્સે ભેગા મળીને કપાસની ચોરીનો આ પ્લાન કર્યો હતો.આ શ્ખ્સોઓએ કપાસની ચોરીના પ્લાનને અંજામ આપ્યા બાદ તે ચોરી કરેલા કપાસને બનાસકાંઠામાં વેચી પાડ્યું હોવાનો ભેદ ખૂલ્યો છે. પિન્ટુ નામના શખ્સને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *