કચ્છમાં કોરોનાના 34 કેસ આવ્યા બહાર: 1નું થયું મોત


કચ્છમાં ગઇકાલે કોરોનાથી 1નું મોત થયું છે. જોકે, તંત્રએ 41 પોઝિટિવ દર્દીઓની માહિતી છુપાવી છે, જેથી કચ્છમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 96 દર્દીના મોતને આડકતરી રીતે સમર્થન મળ્યું છે. શહેરોના 24 કેસમાંથી અંજારમાં 4, ભુજમાં 9, ગાંધીધામમાં 7 અને રાપરમાં 4 કેસ છે. ગામડામાં 10 કેસમાંથી અબડાસા, ભચાઉ, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર તાલુકામાં 1-1, જ્યારે અંજાર, ભુજ તાલુકામાં 2-2 કેસ છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 1690 પોઝિટિવ કેસમાંથી 1280 સાજા થઈ ગયા છે. પરંતુ, હજુ 314 પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે.
