આદિપુરમાં તસ્કરો 21 હજારની કરી તસ્કરી


આદિપુરના વોર્ડ-3/એ માં રહેતા પરિવાર રાત્રે સૂતો હતું ત્યારે તસ્કરોએ રૂ.21,500 ની માલમત્તાની તસ્કરીને અંજામ આપ્યો હોવાનો બનાવ પોલીસ સ્ટેશને નોંધાયો છે.
મળતી માહિતી મુજબ: મુળ ભાવનગરના શિહોરના હાલે આદિપુરના વોર્ડ-3/એપ્લોટ નંબર 193 માં રહેતા ભાવિકભાઇ કનૈયાલાલ નાથાણીએ ગુનો દાખલ કરયો છે. તા.7/9 ના સવારે છ વાગ્યે ઉઠી બહાર આવીને જોયું તો હોલનો દરવાજો ખુલ્લો જોયો હતો અને સોફા ઉપર રાખેલા બે મોબાઇલ પણ જોવા ન મળતાં પત્ની વૈશાલીને આ મુદ્દે જાણ કરતાં બાજુના રૂમમાં તપાસ કરી તો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો ચેક કર્યું તો કબાટના ખાનામાંથી તસ્કરોએ ચાંદીના સાંકળા, ચાંદીની વીંટી, કાંડા ઘડિયાળ અને રોકડા રૂ.1,500 સહિત કુલ રૂ.21,500 ની ચોરીને અંજામ આપી દીધો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. તો આ પ્રકારના વધતા જતા બનાવો પોલીસ માટે પડકાર બન્યા છે.
