ભુજમાં સગીરા પર ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી

ભુજની ભાગોળે સુરલભીટ રોડ પર રહેતી એક 17 વર્ષીય સગીરાને ચાર શખ્સોએ કહ્યું હતું કે તને તારા પ્રેમી સાથે મલાવી દઈએ તેમ કહી 2 શખ્સો બાઇક પર બેસાડી આંખે પાટા બાંધી સીમમાં લઇ જઈ ત્યાં 4 શખ્સોએ સામૂહિક સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ શરમજનક બનાવ પંદરેક દિવસ પૂર્વે બન્યો હતો. એક વિધર્મી સગીર વયની છોકરીને મોહજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં લગ્ન કરવા મુદ્દે ચાલતી વાતચીત દરમિયાન જેના સાથે પ્રેમ થયો હતો. તે યુવકને મેળવી દેવા માટે સગીરાને બે શખ્સોએ વિશ્વાસમાં લઇ લીધી હતી. અને પ્રેમી પાસે લઇ જવા માટે બાઇક પર બેસાડી, સગીરાના આંખ પર પાટા બાંધી દીધા હતા. બાદમાં સગીરાને બાઇકથી ગામના છેવાડે સીમાડામાં લઇ ગયા હતા.જ્યાં અગાઉથી પ્લાન અનુસાર બે અન્ય યુવકો હાજર હતા. અને ચારે જણાઓએ સાથે મળીને સગીરાને પીંખી નાખી હતી. આ રીતે બે રહેમીથી ગેંગ રેપ કરી પરત મુકી ગયા હતા. બનાવથી ગભરાઈ ગયેલી સગીરા તેના સબંધીને ત્યાં બહાર ગામ ચાલી ગઇ હતી. બાદમાં બે દિવસ દરમિયાન પરત આવીને પરિવારજનોને ઘટનાની જાણ કરતાં પીડિતાના પરિવારજનો બી ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા ચાલુમાં હોઇ શખ્સોના નામ જાણી શકાયા નથી. ઘટના સબંધે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.પી.વસાવા સાથે વાત કરતાં તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું. શખ્સો સામે ફરિયાદ નોંધવાની હાથ ધરાઇ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.