ગાંધીધામમાં મકાનમાંથી 76 હજારના દારૂ સાથે ઈસમ ઝડપાયો

(ગાંધીધામ) શહેરના જુની સુંદરપુરી શંકર ભગવાનના મંદિરની બાજુમાં એક મકાનમાંથી રૂ. 76,800 ના ડ સાથે દારૂ એક ઈસમની અટક કરવામાં આવી હતી.સરહદી રેન્જ ભુજની પેરોલ ફર્યા સ્કવોડની ટીમે અહીં રેડ પાડી હતી. સુંદરપુરી શંકર ભગવાનના મંદિર’નજીક આવેલા એક મકાનમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી ગઈ હતી. અહીં રહેતા ભરત જેઠાલાલ પાતારીયાના ઘરમાં ધુસી તેની અટક કરવામાં આવી હતી.આ મકાનમાંથી મેકડોવેલ્સ નંબર -1ની 750 એમ.એલ ની 192 બોટલ તથા ટુબોર્ગ બીયરના 48 ટીન એમ કુલે. રૂ. 76,800નો દારૂ હસ્તગત કરાયો હતો. આ દારૂ તેણે ભચાઉના અબ્દુલ લંધા પાસેથી મેળવ્યો હતો. તેવી કેફીયત તેણે પોલીસને આપી હતી.