વાઘુરામાં યુવક પર ધોકા વડે કરાયો હુમલો

(ગાંધીધામ) મુન્દ્રાના વાઘુરા ગામમાં ટુલ્સ(સાધન) લેવાના બાબતે 1 ઇસમે ધોકાથી હુમલો કરતા 1 યુવકને નાકમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. વાઘુરામાં રહેનારો રાજેશ કાના ચાવડા નામનો યુવક બુધવારે સવારે પોતાના ગામની હોટલે ગયો હતો.આ યુવાન ચા પીવા ગયેલ હતો ત્યારે ત્યાં બાબુ દુદા ચાવડા નામનો ઈસમ આવ્યો હતો. ફરીયાદી યુવાન’ જે ટુલ્સ(સાધન) ઉપર બેઠો હતો તે સાધન આરોપીએ ખેંચીને લઈ લેતાં ફરીયાદી તેને સમજાવવા’ જતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ધોકા વડે હુમલો કરતા રાજેશના નાકમાં ઈજાઓ પહોંચી હતી. તેને નાકમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.’