જામનગરમાં તાવ આવતા એક મહિલાનું થયું મોત

જામનગરમાં ચાલી રહેલા કોરોનાકાળ વચ્ચે તાવ એ પણ દેખાદેતા અને આ જ બીમારીએ એકનો જીવ લીધો છે. પાછું આરોગ્ય તંત્ર દોડતું થયું. જયારે કેન્સરની બીમારી સામે લડી રહેલ પ્રૌઢનું બીપી ઘટી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જામનગર શહેરમાં અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા છે. જેમાં બન્ને મોત બીમારીને કારણે થયા હોવાનું સામે આવ્યું છે.તેણીને એક દિવસથી તાવ આવતો હોયને ઉલટીઓ થતી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં રણજીતનગર બ્લોક નંજી 14માં પહેલા માળે રહેતા અનીલભાઈ ચુનીલાલભાઈ દાવડા ઉ.વ.53 નામના પ્રૌઢને બ્લડ કેન્સરની બીમારી હોવાથી તેમનું બીપી ઘટી જવાના કારણે તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.