ભુજ શહેરમાં સ્થાનિક બી ડિવિઝન પોલીસે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો.
ભુજ શહેરમાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ અને પોલીસદળના જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરમાં દીનદયાળ નગર ખાતે રહેતા નાગાજણ પનુભાધુ સોંલકી નામના ૩૨ વર્ષીય દેવીપુજક યુવાનને ગેરકાયદેસર પિસ્તોલ અને બે કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર હોટલ ગ્રાઉડ ૩D હોટલ નજીક સંજયનગરી ની સામેથી નાગાજણ સોંલકીને પકડાયો હતો આ યુવાનના હાથમાથી પ્લાસ્ટિકની થેલીમાથી રૂ. ૨૫૦૦ /- ની કિંમતની પિસ્તોલ તથા રૂ.૧૦૦ /- કિંમતના બે જીવતા કારતૂસ કબજે કરાયા હતા. આરોપી સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા તળે ગુનો દાખલ કરવામાં આવ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.