દવા લેવા જતાં યુવકનું અકસ્માતમાં મોત થતાં નોંધાવાઇ ફરિયાદ

વાંકાનેરના ઘીયાવડ ગામના રહેવાસી રણછોડ ચનાભાઇ બાવળિયા નામના યુવાને ગત રાતે તબિયત સારી ન હોય ભાઇનું બાઇક લઇને દવા લેવા જતાં હતા. દવા લઇ પરત ફરતી વેળાએ વાંકાનેર ચોકડી નજીક પહોંચતા સામેથી આવી રહેલા બાઇકે રણછોડભાઇના બાઇકને ટક્કર મારી હતી. જેને કારણે રણછોડભાઇ તેમજ સામેના બાઇકના ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિ રોડ પર પટકાયા હતા.
બંને બાઇક ધડાકાભેર અથડાતાં રણછોડભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સામેના બાઇકના ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ખેતીકામ કરી ગુજરાન ચલાવતા રણછોડભાઇનાં મોત થી પરિવાજનો માં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકના ભાઇએ ગુનો દાખલ કાર્યવ્યો હતો.