ગેરકાયદેસર રીતે ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ


શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને રાજયમાં કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે તા.૦૫/૦૯/૨૦૨૦ થી તા.૨૫/૦૯/૨૦૨૦ સુધી દિન- ૨૧ ની ઝુંબેશ ચાલુ હોઇ જે અન્વયે માદક પદાર્થનાં કેસો કરવા એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબએ કેસો શોધવા સુચના કરેલ અને તે દરમ્યાન એસ.ઓ.જી. ભુજનાં પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત મળેલ જે અન્વયે કાયદેસર કાર્યવાહી કરવા માટે તુરંત વર્ક આઉટ કરી ટીમ સાથે રેઇડ કરતાં મજકુર ઇસમો – (૧) પ્રફુલભાઇ પોપટભાઇ બારીયા, ઉવ.૩૧, રહે. મુળ. ગામ. લફણી તા.જાંબુઘોડા જિ. પંચમહાલ(ગોધરા) હાલ. રહે. અરનાથ ધામ, ટોડા તા.મુંદરા જિ.કચ્છ- ભુજ (૨) રામજી વેલાભાઇ કોલી ઉવ.૪૦, રહે. રાપરગઢ વારી તા.અબડાસા જિ.કચ્છ-ભુજ (૩) નરેશ સોમાલાલ શાહ ઉવ.૪૨, રહે. સરગમ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૪૨૬, સેકટર ૭, ગાંધીધામ વાળાઓ પાસેથી માદક પદાર્થ ચરસનો જથ્થો ૦૫ કિલોગ્રામ મળી આવેલ જેની કિ.રૂ.૭,૫૦,૦૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ હીરો હોન્ડા મો.સા. કી.રૂ. ૧૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ- ૦૩ કી.રૂ।. ૯,૦૦૦ તથા રોડક રૂ.૫૨૦ એમ કુલ- ૭, ૬૯,૫૨૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ અરોપીઓને પકડો પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સા. તથા એસ.ઓ.જી. નાં એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઇ પરમાર, રજાકભાઇ સોતા તથા પો.કો.ન્સ. ગોપાલભાઇ ગઢવી તથા ડ્રા.પો.હે.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા. પો.કોન્સ. મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતા.