ગોંડલના શિક્ષક સાથે રૂ.49,449ની કરાઇ ઠગાઇ


મળતી માહિતી મુજબ: ગોંડલના ભોજરાજપરા ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતા સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડ નો ભોગ બની ગયા છે સાથે બેન્ક અધિકારી ઓ દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા મામલો સાયબર ક્રાઈમ ઓફિસે પહોંચવા લાગ્યો છે. તેમના એક વિદ્યાર્થી દ્વારા ફોન પે નામની એપ્લિકેશન દ્વારા રૂ. 2000 ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તે ખાતામાં રૂપિયા જમા ન થતા યુનિયન બેન્ક, એસબીઆઈ બેંકના ધકાધુકી શરૂ થઈ ગયા હતા અને આખરે ફોન પે ના કસ્ટમર નંબર ઉપર ફરિયાદ લખવતા થોડા સમય પછી કોઈ અન્ય નંબર માંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટેકનિકલી ભૂલ ના કારણે તમારું પેમેન્ટ અટક્યું છે તેની થોડીજ ક્ષણમાં ઉમંગ ભાઈના ખાતા માંથી રૂ. 49449 ટ્રાન્સફર થઈ જતા બેન્ક ને જાણ કરાઈ હતી પરંતુ બેંકની ઢીલી નીતિના કારણે ટ્રાન્સફર અટક્યું ન હતું અને સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં પહોંચવા પામ્યો હતો.