વિરડા વાજડી નજીક બિહારી યુવકની મળી આવી લાશ


રાજકોટ/ શહેરની ભાગોળે કાલાવાડ રોડ પર મેટોડા નજીક આવેલા વીરડા વાજડી ગામ નજીક પેટ્રોલ પંપ સામે આજરોજ વહેલી સવારના બિહારી યુવકની લાશ મળી આવતા પોલીસ તરત દોતી ગઈ હતી જો કે યુવાનનું મોત કોઇ વાહને ઠોકરે લેતા થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાંઆવી રહ્યું છે પરંતુ તેમ છતાં હત્યાની દિશામાં પણ પોલીસ કાર્યવાહી ચલાવી રહી છે
ત્યારે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જેનો રિપોર્ટ આવ્યા પછી બનાવ અકસ્માતનો કે હત્યાનો તે અંગે સ્પષ્ટતા થશે.આ અંગે જાણવા પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારના વીરડા-વાજડી નજીક આવેલા પેટ્રોલ પંપ સામે એક યુવકની લાશ પડી હોવાનું કોઇના ધ્યાને આવતા તાકીદે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને તપાસ શરુ કરી હતી.
આ ઘટના અનુસાર યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આર.એસ. ઠાકરે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ લાશ વીરડા-વાજડીમાં જ રહેતા મહંમદ જીસાન બિહારી (ઉ.27) નામના યુવાનની છે. આ યુવાન અહીં આઠેક વર્ષથી રહે છે તેમજ પંપ સામે જ તેની પંચરની કેબીન આવેલી છે. યુવાનને સંતાનમાં બે બાળકો હોવાનું માલુમ પડ્યું છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે કોઇ અજાણ્યા વાહનને યુવાનને ઠોકરે લેતાં ગંભીર ઇજા થવા સબબ તેનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. પરંતુ તેમ છતાં હત્યાની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ યુવાનના મોતની સાચી વિગતો આવશે બહાર