ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ માં સારવાર અર્થે આવતા દર્દીઓને બીપીએલ કાર્ડ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલે તેવી રજૂઆતો તંત્ર સંમક્ષ કરાઇ .
ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અનેક અસુવિધાઓનો અહી આવતા દર્દીઓને સામનો કરવો પડે છે .જેમાં દર્દી ઓને બીપીએલ કાર્ડ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ચાલે તેવી રજૂઆત તંત્રી સુધી પોચાડવામાં આવેલ છે અને અમુક દવાઓ હોસ્પિટલના મેડિકલમાથી મળે છે અને અમુક બહાર થી લેવી પડે છે જેવી અનેક સમસ્યાઓનો નિરાકરણ લાવવા માટે તંત્ર સુધી પોચાડતા પ્રબોધભાઈ મનુવરે જણાવ્યુ હતું ક પ્રજા વચ્ચે સંકલન હશે તો તોજ આ હોસ્પિટલ ના દર્દીઓને સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે જી. કે. જનરલ હોસ્પિટલને જ્યારથી અદાણી ને સોપવામાં આવી છે તેવું ઘણા લોકોના લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની સરવાર મળતી નથી જેથી આ બાબતે ગરીબ દર્દીઓને સારામાં સારી સેવા મળે જેથી સરકારી તંત્ર અને અદાણી જે સાથે મળીને કામ કરી રહ્યા છે તેનો દરેક લાભ પ્રજાને મળી રહે તેવું પ્રભોદભાઈ મુનવરે જણાવ્યું હતું