રાજકોટના ભગવતીપરામાં ગટરની અંદર પડી જતાં યુવાનનું સારવાર અર્થે મોત

રાજકોટ/ શહરેમાં આઠ દિવસ પૂર્વે ભાગવતીપરા નજીક ભૂગર્ભ ગટરની સફાઈ કરતા સમયે ૩ સફાઈ કામદાર ગટરમાં ગરક થઈ ગયા હતા. નાવબની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે પહોંચી ત્રણેય સફાઈ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતાં.બાદમાં ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જે પૈકી એકની હાલતની ગંભીર હતી.રાત્રીના સારવાર દરમિયાન મોત નીપજયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા 10/9 ના સવારના સુમારે ભગવતીપરા પાસે આવેલા વિનાયક ફ્લેટની સામે મોર્ડન સ્કૂલની બાજુમાં ગટરનું સફાઈકામ ચાલુ  હતું.દરમિયાન સફાઈ કામદાર રામભાઈ તખુભાઈ લાલાણી (ઉ.વ 25)(રહે.સમર્પણ પાર્ટી પ્લોટ મોરબી રોડ ) નો પગ લપસતા તે ગટરમાં પડ્યો હતો.જેથી સાથી કામદાર બાબુ અજુભાઈ ધરજીયા (ઉ.વ 50)(રહે.નાના મવા આવાસ યોજના કવાર્ટર રાજકોટ) તથા નાગજીભાઈ ધનજીભાઈ ધરજીયા (ઉ.વ 35)(રહે.રામાપીર ચોકડી મફતિયાપરા ) પણ ગટરમાં ગરક થઈ ગયા હતા. જેમાં ગૂંગળામણના લીધે રામ લાલાણી (ઉ.વ 25) ની હાલત ગંભીર હોઈ ગુરુવારે રાત્રીના સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.યુવાન મૂળ સરેન્દ્રનગરનો વતની હતો.અહીં પેટયું રડવા માટે આવ્યો હતો.તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાની ખબર મળી હતી.