અંજારમાં નાસ્તાની લારી ધરાવતા ધંધાર્થીને ઝીંકાયા છરીના ઘા

અંજાર ઓકટ્રોય ચોકી પાસે જાહેરમાં 15 ઇસમોએ સશસ્ત્ર કરેલા જીવલેણ હુમલાના બનાવમાં બે જણાને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ફરિયાદ પછી સામે પક્ષે પણ નાસ્તાની લારી ધરાવતા ધંધાર્થીને છરીના બે ઘા પેટના ભાગે  મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ક્રોસ ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી  

દબડા વિસ્તારમાં રાજા કાપડી દાદાનગરમાં રહેતા અને ઓકટ્રોય ચોકી પાસે નાસ્તા ની લારી ચલાવતા 56 વર્ષીય હરીનાથ રામનાથ નાથબાવાએ સામી ફરિયાદ નોંધાવી છે કે, તા.15/8 ના બનેલી આ ઘટનામાં તેમનો પુત્ર જગદિશ લારી પર હતો ત્યારે અંકુર મારાજે આવીને મસાલા કોન ખાધો હતો તેના પાસે જગદિશે કોનના રૂપિયા માગ્યા તો બોલાચાલી કરી લારીમાં નુકશાન પહોંચાડીને જતો રહ્યો હતો જે બાબતે જગદિશે અંજાર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે અંકુર મારાજ, શૈલેષ મારાજ, સાગર મારાજ, ગોપાલ આહિર અને પાંચ અજાણ્યા ઇસમો આવ્યા હતા અને અંકુરે હાથમાં છરી રાખી મસાલા કોનના રૂપિયા અમારે આપવાના ન હોય કહી ગાળો બોલતાં તેમની સાથે લાકડીઓ લઇને આવેલા ઇસમો લાકડીથી લારી ઉપર તૂટી પડ્યા હતા અને ઉશ્કેરાયેલા અંકુર મારાજે જાનથી મારી નાખવાના ઇરાદે તેમના પેટના ભાગે છરીના બે ઘા મારી ઇજા પહોંચાડતાં તેઓ પડી ગયા હતા ત્યારે અંકુર મારાજે આજે તો તને મારી જ નાખવો છે કહેતાં બચાવ માટે બૂમો પાડી હતો અને તેમનો પુત્ર જગદિશ તેમને એમ્બ્યુલન્સ બોલાવી પ્રથમ સરકારી હોસ્પિટલ સારવાર અપાવી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો.