રાજકોટમાં બેડી ચોકડી નજીક લૂંટના ઇરાદે ઈજનેર યુવકને છરી ઘા મરાયા

રાજકોટમાં બેડી ચોકડી પાસે રાત્રીના લૂંટના ઇરાદે ૩ ઇસમોએ નોકરી પરથી પરત ફરી રહેલા બે ઈજનેર યુવકના બાઇકને રોકી વાહનમાં નુકસાન કર્યાનું કહી પૈસા માંગ્યા હતા.પૈસા આપવા માટે આનાકાની કરતા આ ઇસમો પૈકી કોઈ ૧ શખ્સે ઈજનેર યુવકને છરીનો ઘા મારી દીધો હતો.જેથી ઈજનેર યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ચેન્નઈના વતની અને હાલ રાજકોટમાં હનુમાન મઢી પાસે ભાડે રૂમ રાખી રહેતા અને સર્વિસ એન્જીનીયર તરીકેની નોકરી કરનાર યુવાન આરોકીયા પની એન્ટોની (ઉ.વ 27) નામનો યુવાન ગઈકાલ વાંકાનેર નોકરીના કામ સબબ ગયો હતો.
રાત્રીના અન્ય ઈજનેર યુવાન માયાણી ચોકમાં ભાડે મકાન રાખી રહેતા મૂળ ગીર સોમનાથના વતની પ્રવીણ સાથે બાઈક પર ઘરે આવી રહ્યો હતો ત્યારે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચેના રસ્તા પર ત્રણ અજાણ્યા શખ્સે યુવાનના બાઈકને અટકાવ્યું હતું.બાદમાં તમે અમારા વાહનને નુકસાન કર્યું છે. બાદમાં આ શખ્સો અંધારામાં નાસી ગયા હતા.ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.