પાન-મસાલાના શોખીનોને ઝાટકો: અમવાદમાં ફરી કોરોનાએ માથું ઉંચકતા આ વિસ્તારમાં આજથી ગલ્લા બંધ

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા આજે બોપલમાં સપાટો બોલાવ્યો હતો. એએમસીએ બોપલમાં પાનના ગલ્લાઓ બંધ કરાવી દીધા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCએ આજે તવાઈ કરતા પાન-મસાલાના રસિયાઓને મોટો ઝાટકો લાગ્યો છે.

અમદાવાદના બોપલ એરિયામાં મોટાભાગના વિસ્તારોમાં પાનના ગલ્લાં બંધ જોવા મળ્યા છે. ગુટખા અને પાનમસાલાના શોખીનો આજે સવારથી આમ તેમ ગલ્લાંઓ શોધતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં ઘટી રહેલા કોરોના કેસો ફરી ઊંચકાય નહીં તે માટે એએમસીએ બોપલમાં કડક હાથે કાર્યવાહી કરી રહી છે. જેનો ભોગ આજે પાન મસાલાના ગલ્લાધારકો બન્યા છે.

અમદાવાદ મહાપાલિકાની હદમાં સામેલ થયેલા બોપલમાં આજે તંત્રએ પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. બોપલ-ઘુમા ખાતે પાનના ગલ્લા પર માસ્ક વિનાના લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ થતો હોય ત્યાં તંત્રએ કાર્યવાહી કરી છે. અગાઉ મહાપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બોપલમાં આઠ પાનના ગલ્લા સીલ કરાયા હતા. ત્યારબાદ બોપલના પાન પાર્લર ધારકો પાનપાર્લર ફરજિયાત પણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રથમ ડ્રાઈવ કરાઈ હતી. જેમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર મોટા પ્રમાણમાં લોકો દેખાતા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં લોકો માસ્ક ન પહેરતા, જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દંડથી લઈ સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર