તાલાલા પાસે ઘરફોડ તસ્કરીનો ફરાર શખ્સ પકડી પાડતી પોલીસ

મળતી માહિતી મુજબ/ તાલાલાના  છેલ્લા એકાદ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તા-ફરતા શખ્સને  તાલાલા ખાતેથી કબ્જે કરી લીધેલ છે. ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જીલ્લામાં નાસતા ફરતા શખ્સોને પકડી લેવાની સુચના મુજબ એસ.ઓ.જી. ના પી.આઇ. એસ.એલ.વસાવા, પી.એસ.આઇ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. એલ.ડી.મેતા, હે.કો. એન.વી.કછોટ, સુભાષભાઇ ચાવડા સહીતનાએ પેટ્રોલીંગ દરમ્યાન ઘરફોડ તસ્કરીના ગુન્હાનો આરોપી મનીષ ઉર્ફે બકરી કરશન પરમાર ઉ.વ.ર7 છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય અને તે તાલાલા ખાતે વિરપુર રોડ ઉપર હોવાની મળેલી બાતમીના આધારે મામલતદાર કચેરી પાસેથી પકડી લઇ તાલાલા પોલીસને સોપી ધોરણસરની તપાસ હાથ ધરાઇ  છે.