ભુજ શહેરમાં તંત્ર જાણે સ્વચ્છ ભારત અભિયાનના ચીથરા ઉડાડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા :ભુજના રામરોટી છાસ કેન્દ્ર પાસે કચરાના ઢગલા જોવા મળ્યા.
ભુજ શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા હોય છે.શહેરના અનેક વિસ્તારો હજી એવા છે કે જ્યાં નાગરપાલિકા તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવતો નથી તેવામાજ શહેરમાં આવેલી શ્રી રામરોટી અને છાસ કેન્દ્રની બહાર કચરાના ઢગ જોવા મળેલ છે જેમાં આ કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ ગૌ માતા આવીને ખાય છે .જે ગૌ માતાને ઘણું નુકશાન કારક છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર નિતિનસાગવાનના આવ્યા બાદ શહેરમાં સફાઈ અભિયાનની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ શહેરના આવા બીજા ઘણા વિસ્તાર બાકી છે જ્યાં હજી સુધી કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી જેથી આ બાબતે નગરપાલિકા તંત્રએ ધ્યાન દોરવું જોઇએ જેથી શહેરમાં સફાઈ સાથે ગૌવંશજોને પણ નુકસાન ન થાય
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.