ભાવનગરનું વધુ એક સફળ ઓપરેશન ખારસી, તરસમીયા રોડ ઉપરથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.


એસ.ઓ.જી. ભાવનગરનું વધુ એક સફળ ઓપરેશન ખારસી, તરસમીયા રોડ ઉપરથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ જે આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ગઇ કાલે સિદસર ગામેથી એક બોગસ ડોકટરને ઝડપી પાડેલ હતો અને જીલ્લામાં આવા બીજા બોગસ ડોકટરો કે જેઓ ડીગ્રી વગર દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમોની શોધમાં હતા
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ખારસી, તરસમીયારોડ, ભાવનગર ઉપર ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ વિજયભાઇ જયસુખભાઇ અગ્રાવત ઉ.વ.૪૧ રહેવાસી શ્રી રામ સોસાયટી, બ્લોક નં. ૬૨૫૩, નિલકંઠનગરની બાજુમાં, ગાયત્રીનગર પાછળ ભાવનગર વાળાને ખારસી તરસમીયા રોડ ઉપર આવેલ “હનુમંત ક્લીનીક”નામે બોગસ દવાખાનુ ખોલી ડીગ્રી વિનાની લોકોને દવા આપતો અને સારવાર કરતો હતો તેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૧૩૬૨૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ ભરતનગર પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા બાવકુદાન ગઢવી પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા હારીતસિંહ ચૌહાણ તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.
એજાદ શેખ રીપોર્ટર