મોટી ઉનડોઠમાં જુગઠું રમતા ત્રણ જુગારિયા ઝડપાયા

માંડવીના મોટી ઉનડોઠ ગામે જાહેરમાં ધાણી પાસાનો જુગઠું ખેલતા ત્રણ જુગારીયાઓને  10,300ની રોકડ તેમજ 6 હજારની કિંમતના 2 મોબાઇલ સહિત 16,300ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા હતા. જ્યારે 3 ભાગી ગયા હતા. મોટી ઉનડોઠમાં ઘાસના ડેપો પાછળ જાહેરમાં ધાણી પાસાનો જગાર રમતા ભારૂ ખેરાજ ગઢવી, માણેક ખેરાજ ગઢવી, હીરાલાલ વેરશી મહેશ્વરી સહિત ત્રણ જણાને ગઢશીશા પોલીસે 10,300ની રોકડ તેમજ 6 હજારની કિંમતના 2 મોબાઇલ સહિત 16,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા જ્યારે આમદા કાસમ રાજા, સામરા માણશી ગઢવી, પાલુ ગઢવી નામના ઇસમો ભાગી ગયા હતા. પોલીસે તમામ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી.