રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવા ની કામગીરી હાથ ધરવામાં આવી

રાપર: વાગડ વિસ્તારમાં હાલ અનેક ઢોર રખડતા જોવા મળે છે કારણ કે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા આવેલ પાંજરાપોળ દ્વારા ઢોર રાખવામાં આવતા નથી એટલે ગ્રામ્ય વિસ્તારમાં થી ખેડૂતો અને લોકો ઢોર મુકવા માટે રાપર આવે છે ત્યારે પાંજરાપોળમાં ઢોર રાખવા ની નખ પાડવામાં આવે છે ત્યારે દુર દુર થી આવેલ ઢોર શહેરના પાદર મા મુકી જતા રહે છે જે શહેરમાં આવી ચડે છે ત્યારે અવાર નવાર આવા રખડતા ઢોરો વચ્ચે ફાઈટ જામી જાય છે ત્યારે લોકો ને ઈજા થઈ જાય છે અને વાહનો મા ભારે નુકસાન થવા પામે છે ત્યારે હાલ મા રાપર નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી મહેશ્વરીબા ભીખુભા સોઢા અને ઉપ પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કર. ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા માજી ઉપપ્રમુખ હઠુભા સોઢા કિશોર ઠક્કર. ભીખુભા સોઢા નિલેશ માલી સહિત ના સદસ્ય અને આગેવાનો એ ગત રાત્રે રાપર શહેરમાં રખડતા ઢોરો પકડવા ની કામગીરી હાથ ધરી છે ગત રાત્રે શહેરમાં રખડતા ખુંટીયા પકડી ને એક વરંડા મા રાખવા મા આવ્યા છે અને શહેર ના અયોધ્યાપુરી. માલી ચોક. એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર. સલારી નાકા. આથમણા નાકા શાક માર્કેટ. માંડવી ચોક વિકાસ વાડી. સ્વ. અલજીબાપુ વાસ  ખોડીયાર મંદિર રોડ સહિતના વિસ્તારોમાં અડીંગો જમાવી ને પડયાં રહેતા રખડતા ઢોરો અંગે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ અંગે નગરપાલિકા ના પ્રમુખ મહેશ્વરી બા સોઢા એ જણાવ્યું હતું કે શહેર ને રખડતા ઢોરો મુક્ત કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જે કોઈ માલિકો ના ઢોર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ સંસ્થા ના ઢોર હશે તો પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે કારણ કે સંસ્થા ના અનેક ઢોર રખડતા જોવા મળે છે અને શહેરીજનો ને બાન મા લઈ રહ્યા છે ત્યારે ગત રાત્રે શરૂ થયેલી રાપર નગરપાલિકા ની ઢોર પકડવાની ઝુંબેશ ને એક મહિલા પ્રમુખ ની કામગીરી ને વખાણી રહ્યા છે અગાઉ ચોમાસામાં તુટી ગયેલા માર્ગ ને રિપેરીંગ. ગટર લાઈન અને સુંદર સાફ સફાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હલ કરી હતી આમ રાપર નગરપાલિકા ના મહિલા પ્રમુખ અને નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ ની કાબિલેદાદ કામગીરી અંગે લોકોમાં ચર્ચા જગાવી છે રાપર શહેર મા થી પકડવા મા આવેલ તમામ ઢોર ને અન્ય જિલ્લાની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું