ભુજમાં જુગાર ક્લબ પર રેડ મુખ્ય સંચાલકો નાસી ગયા 5 ખેલીઓ ઝડપાયા

ભુજના કેમ્પ એરિયામાં નોડે ફળિયામાં આવેલી ઓરડીમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે LCBએ પોલીસે છાપો મારીને 5  ખેલીઓને રૂપિયા 36,030 રોકડા અને 15,500ના ચાર મોબાઇલ સહિચ 51,530ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.જ્યારે જુગાર ક્લબના બે સંચાલક પોલીસને હાથે આવ્યા ન હતા. કેમ્પ એરિયામાં નોડે ફળિયામાં રહેતા મુસ્તાફ ઉર્ફે ડેણ અભુ નોડે તેના મિત્ર ઇમ્તીયાઝ ગફુર કુરેશીના કબજાની નોડે ફળિયામાં આવેલી ઓરડીમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવીને દિવસ દરમિયાન જુગાર રમાડતો હોવાની એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણાને બાતમી મળતા તેમની ટીમે સ્થળ પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમવા આવેલા સંજય મોહનગર ગોસ્વામી,રહે રામકૃષ્ણ કોલોની, ગોવિંદ જેશીંગભાઇ રાઠોડ રહે રામકૃષ્ણ કોલોની, ફૈઝલ સલીમ મેમણ,રહે કંકુ કોમ્પ્લેક્ષ, મામદરફીક ઇસ્માઇલ કુંભાર રહે કેમ્પ નોડે ફળિયા, મુસ્તાક હુશેન ખત્રી રહે અઝરખપુર તાલુકો ભુજ, સહિત પાંચ ખેલીઓને ઝડપી લીધા હતા. તેમના પાસેથી રોકડ મુદામાલ કબજે કર્યો હતો જ્યારે ક્લબનો સંચાલક મુસ્તાક નોડે અને કલબ ચલાવવા ઓરડી આપનાર ઇમ્તીયાઝ નાસી ગયા હતા.