“વાગડ ના પ્રવેશ દ્વાર સામખીયાળી ખાતે “માતૃ સ્પર્શ” મલ્ટી હોસ્પિટલ નો શુભારંભ”


. આરોગ્ય ક્ષેત્રે અનેક વિધ અસુવિધાઓ ની ભરમાર ધરાવતા રાપર તાલુકા અને કાંઠા ચોવીસી ના સૌથા મોટા એવા સામખીયાળી ની આજુબાજુ માં આવતા અનેક ગામો ને પાટણ, મોરબી, રાજકોટ કે અમદાવાદ સુધી મોઘાંભાડાં અને મોટી હોસ્પિટલ ના તોતીંગ બીલ્લો ના ભારણ થી મુક્તિ સાથે વાગડવાસીઓ ને સૌથી વધુ પરેશાન કરતા બાળરોગ અને ઓર્થોપેડીક ની વિશેષ સુવિધાઓ સાથે ની “માતૃ સ્પર્શ” મલ્ટી હોસ્પિટલ નો આજે સામખીયાળી ખાતે માંડવી મુન્દ્રા ના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય અને વાગડ વિસ્તાર ના પનોતા પુત્ર શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, ભચાઉ ગાંધીધામ ના ધારાસભ્ય માલતીબહેન મહેશ્ચરી, સંદયાગીરી બાપુ વેદ વિધાલય ના આચાર્ય શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી, જંગી અખાડા ના મંહત શ્રી વેલજીદાદા અને સંતો મહંતો સાથે દિપ પ્રાગટય કરી શુભારંમ કરવામાં આવ્યો હતો.
આ બાબતે આ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર અને ગંભીરસસિંહ જાડેજા એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે વાગડ વિસ્તાર માં આરોગ્ય ક્ષેત્રે ખુટતી કડીઓ જોડવાનો અમારો આ પ્રયાસ કોમર્શિયલ કરતાં માનવિય વધુ રહે એવા અમારા અભિગમ થી સમગ્ર વિસ્તાર માટે આ હોસ્પિટલ એક આર્શીવાદ સાબિત થાય એની અમે પુરતી તકેદારી રાખશુ સાથે અહી બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડીક, એમ ડી જેવી પાંચ પાંચ કન્સલ્ટન્ટી સાથે ની આ હોસ્પિટલ વાગડ વિસ્તાર ને દરેક દર્દ માં હમદર્દ બની રેહશે એવું રાષ્ટ્રીય રંગે રંગાયેલા આ ત્રણે આગેવાનો એ જણાવ્યું હતું.
આ તકે ધારાસભ્ય માલતીબહેન મહેશ્ચરી દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બબોધન થી માતૃ સ્પર્શ હોસ્પિટલ ને વાગડ વિસ્તાર ની આરોગ્ય સેવાઓ ને ધબકતી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, માલતીબહેન મહેશ્ચરી, પ્રદેશ ભાજપના અગ્રણીઓ અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહજી જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, પુર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કલાવતીબેન જોષી, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમીયાશંકર જોષી, સામખીયાળી સરપંચ અમરાભાઈ બાળા, તાલુકા પંચાયત સદસ્ય હરીભાઇ હેઠવાડીયા, ઉપ સરપંચ અમીનભાઇ રાઉમા, ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર કાંઠા ચોવીસી આહિર સમાજ ના પ્રમુખ શ્રી રણછોડભાઈ આહીર, સાથે સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો એ હાજર રહી વાગડ વિસ્તાર ની આ વિશેષ સુવિધાઓ ને સરાહી હતી.
રીપોર્ટ: અસલમ સોલંકી ભચાઉ