મેઘપર બોરીચીમાં એક મહિલાની ગળે ફાંસો ખાઇ આત્મહત્યા


(અંજાર)અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મહિલા ખુશ્બુબેન મનિષભાઇ પટેલે ગત સાંજે 4:30 વાગ્યાના સમય ગાળામાં કોઈ કારણોસર દુપટ્ટો પંખામાં બાંધી ગળે ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા. તેમના પતિ પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ફરજ પરના તબીબે મૃત સાબિત કરતાં પીએમ માટે મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો અને આ મુદ્દે અંજાર પોલીસને બનાવની જાણ કરાઇ હતી. કયા કારણોસર આ મહિલાએ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ એમ.એમ.જોષીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.