પધ્ધર નજીક વાડીમાં જુગઠું રમતા 8 ઇસમો ઝડપાયા

ભુજ તાલુકાના લાખોંદગામ થી આગળ જતા રોડ પર પુલીયા નજીક આવેલી વાડીમાંથી જુગઠું રમતા 8 ઈસમોને પશ્ચિમ કચ્છ LCBએ 7 મોબાઇલ અને 3 મોટર સાઇકલ સહિત 90 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લાખોંદથી આગળ પદ્ધર જતા હાઇવે નજીક પુલિયા નજીક જયંતીભાઈ કરસનભાઈ પટેલ )રહેવાસી પદ્ધર)વાળા ની વાડીમાં જુગાર રમાઇ રહ્યો છે તેવી સચોટ બાતમીના આધારે એલસીબીએ છાપો માર્યો હતો. દરોડામાં જયંતીભાઈ કરસનભાઈ પટેલ, યોગેશભાઈ નરેન્દ્ર ભાઈ ઉર્ફે અશ્વિન પરમાર, હિરેનભાઈ મોરારજી સોની, જયદીપ સુરેશભાઈ સોની, દિલીપભાઈ પીતામ્બરભાઈ પટેલ, મહેશકુમાર ભીખાભાઈ પાવરા, હિતેશભાઈ જગાભાઈ પરમાર, વેલાભાઇ કરસનભાઈ પાવરા (રહે તમામ રહેવાસી માધાપર) વાળા જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. એલસીબીએ દરોડા દરમિયાન 26210 રોકડા, 7 મોબાઇલ કિંમત 18500 અને ૩ મોટર સાઇકલ જેની કિંમત 45 હજાર ગણી કુલ 89810 રૂપિયાના મુદ્દામાલ સાથે ઇસમોને પદ્ધર પોલીસ સ્ટેશને સુપરત કર્યા હતા.