વાયોર ઠગાઇનો શખ્સ છેક યુપીથી ઝડપાયો


વાયર પોલીસ મથકે દાખલ થયેલા ઠગાઇના ગુનામાં શખ્સને ઉત્તર પ્રદેશથી નલિયા સર્કલ પોલીસે ઉઠાવી લીધો હતો, શખ્સ પાસેથી એક મોબાઇલ અને ૨૬ હજાર રોકડ રકમ રિકવર કરી હતી. નસી સર્કલે શખ્સનો કબજો વાયોર પોલીસને સોંપાયો હતો પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાયર પોલીસ સ્ટેશન ઠગાઇ અને IT એકટ તળો ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન નલિયા સર્કલ પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપી અર્જુન ગોર ઉર્ફે પ્રિયાંશ દિલીપ રાજમુનિ શર્મા (રહેવાસી બુલંદ શહેર ઉત્તર પ્રદેશ) પાસેથી ગુનામાં લેવાયેલા 26497 રૂપિયા અને એક મોબાઇલ જપ્ત કરાયો હતો.