ભિવંડીમાં ૩ માળની ઈમારત ધરાશાયી થતાં દસ લોકોના મોત

મહારાષ્ટ્રના ભિવંડીમાં ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ૩ માળની 1 ઈમારત મધરાત્રે 3.40 વાગ્યાના અરસામાં  ધરાશાયી થતાં દસ જેટલા લોકોના થયા મોત. જયારે 25થી વધુ લોકોનો બચાવ કરાયો છે હજુ પણ આ ઈમારતના કાટમાળમાં 50થી60 લોકો ફસાયેલા છે.

આ મુજબની માહિતી એવી છે કે ભિવંડીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં મધરાત્રે 3.40 વાગ્યાના અરસામાં 1 જૂની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેમાં દસ જેટલા લોકોના મોત થયા છે જયારે 25 લોકોનો બચાવ કરાયો છે અને હજુ પણ કાટમાળમાં 20-25 લોકો ફસાઈ ગયેલ છે. એનડીઆરએફની બે ટીમો બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે આવી ગઈ હતી.

આ ઈમારતને નગરપાલિકાએ નોટીસ આપી હતી અને તેમાં ક્ષમતા કરતા વધારે લોકો રહેતા હતા.  જિલાની એપાર્ટમેન્ટના નામથી ઓળખાતી આ ઈમારત ધરાશાયી થઈ હતી ત્યારે ઈમારતના 21 ફલેટમાં લોકો ગાઢ ઉંઘમાં સૂઈ રહ્યા હતા.

આ દુર્ઘટનામાં કાટમાળમાંથી એક બાળકનો પણ બચાવ કર્યો હતો. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.