છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 86,961 કેસ આવ્યા બહાર, 1130ના થયા મોત

(નવી દિલ્હી) ભારતમાં કોરોના વાયરસન ઝડપ થી આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.