સાંઘીપુરમની સગીરાને ધમકી આપી રૂપિયા પડાવનારો આરોપી ઝડપાયો


(ગાંધીધામ) લખપત તાલુકાના સાંઘીપુરમની એક સગીરાને ધમકી આપી બેન્ક ખાતાની માહિતી મેળવી રૂ.26,497 ના વિશ્વાસઘાત પ્રકરણમાં 1 ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. સાંઘીપુરમમાં રહેનારા એક સગીરાનો ઈન્ટાગ્રામ ઉપર ઉતરપ્રદેશના અર્જુન ગોર ઉર્ફે પ્રિયાંશ દલીપ રાજમુની શર્મા સાથે થયો હતો. આ’ ઇસમે સગીરાને વાતોમાં ફસાવી તે નહાતી હોય તેવા વિડીયોની માંગ કરી હતી. જે કિશોરીએ’ મોકલાવી દેતાં આ ઇસમે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ આરોપીએ કિશોરીના પિતાના બેંક ખાતાની વિગતો મેળવી લઈ અલગ-અલગ ખાતામાંથી રૂ. 26,497 ઉપાડી લીધા હતા. બાદમાં કિશોરીના પિતાને આ વાતની જાણ થતાં પિતા એવા ફરીયાદીએ આ ઈસમ સાથે વાત કરતા તેણે ફરીયાદીને પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે 25 દિવસ પહેલાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. દરમ્યાન નલીયા સર્કલ પી.આઈ અને તેમની ટીમે આ શખ્સને ઉતરપ્રદેશ જઈ પકડી પાડયો હતો. તેને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે તેવું પોલીસે જણાવ્યુ હતું.