મુન્દ્રાના નાસ્તો-ફરતો ગુનેગાર આરોપી ભુજ બી. ડિવિઝન પોલીસના સકંજામાં

(ભુજ) મુન્દ્રામાં ચોરી કરનાર ઈસમને ભુજ બી.ડીવીઝન પોલીસે પકડી પાડયો હતો. જયારે મુન્દ્રા પોલીસે ચોરાઉ મોબાઈલ સાથે ચોરને પકડી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ બી.ડીવીઝન પોલીસની સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મુન્દ્રામાં ચોરી કરનાર ઈસમ ભુજમાં ચોરાઉ મોબાઈલ વેંચવા આવ્યો હોવાની બાતમી મળી હતી. આરોપીના કબ્જામાંથી પોલીસે સેમસંગ કંપનીનો પાંચ હજારની કીમતનો મોબાઈલ ફોન, રૂ. 3 હજારની કીમતના ચાંદીના સિક્કા, લોખંડનો પંજો સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો. અદાણી વિલ્માર’ કંપની પાસેથી આરોપી નથીનીકુમાર હીરાકુમાર શાહની પોલીસે અટક કરી હતી. તેના કબ્જામાંથી રેડમી કંપનીનો રૂ.9 હજારની કીમતનો મોબાઈલ ફોન કબ્જે કરાયો હતો. આ ફોનની તેણે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.