ભુજમાં શરાબની મણાતી મહેફિલ પર પોલીસ પહોંચી

ભુજ શહેરના ભાનુશાળી નગરમાં રહેણાંક મકાનમાં  શરાબની મહેફીલ મોજ લેતા વેપારીઓ સહીત છ ઇસમોને પોલીસે દબોચી લીધા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પુર્વ બાતમીના પગલે બે.ડીવીઝન પોલીસે ભાનુશાલી નગરના સાગર એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના 10.20′ વાગ્યાના અરસામાં તપાસ  કરી હતી. આરોપીઓ દિક્ષીત મુળશંકર જોષી, જયેશભારથી માયાભારથી ગુંસાઈ, રાહુલ સુરેશભાઈ સોની, રાજેશ સુરેશ ભાઈ સોની, હીરેન ભાનુભાઈ ઠક્કર અને કપીલ કિશોરભાઈ સોનીને પોલીસે’ શરાબની મહેફીલ માણતા રંગે હાથ પકડી  પાડયા હતાં. શહેરના પ્રતિષ્ઠીત વેપારીઓ નશાયુકત હાલતમાં પકડાયાની ઘટના શહેરમાં ચર્ચાની એરણ ચડી હતી. પોલીસે આ કાર્યવાહી દરમ્યાન’ રમની ખાલી બોટલ, પ્લાસ્ટીકના ચાર ડીસ્પોઝલ ગ્લાસ, પાણીની બોટલ અને રૂ.27 હજારની કીમતના 6 નંગ મોબાઈલ ફોન જપ્ત કરાયા હતાં. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.