ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ મોટર સાઇકલ અને ચાર મોબાઈલ સાથે એક સગીર વયના આરોપીને પકડી પાડ્યો વાલીઓએ જન્મનો આધાર રજૂ કરતાં તેને મુક્ત કરાયો
ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ મોટર સાઇકલ અને ચાર મોબાઇલ સાથે એક સગીર વયના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસમાં ખૂલ્યું હતું કે ચોરીનો મુદ્દામાલ તેને કોઈ શબ્બીર નામના શખ્સે વેચવા માટે આપ્યો હતો. બાતમીના આધારે પોલીસે શહેરના જૂના બસ સ્ટેશન તરફ જતાં રોડ પરથી ચોરીની મોટર સાયકલ પર જતાં સગીરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાને ઘેર છુપાવેલા ચોરીના ત્રણ બાઇક અને ચાર મોબાઈલ ફોન અંગે કબૂલાત કરતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ભચાઉના પીઆઇ એમ.આર ગોઠાણીયાએ જણાવ્યુ હતું કે સગીરની પૂછપરછમાં ત્રણેય બાઇક અંજાર,ચોપડવા અને ભચાઉમાથી ચોરાયેલા હોવાનું બહાર આવ્યું છે શબ્બીર માલ ચોરીને સગીરને વેચવા માટે આવતો હતો. પોલીસે સીઆરપીસી ૧૦૨ મુજબ ૯૫ હજારની કિંમતના ચોરાઉ મોબાઈલ ફોન અને મોટર સાયકલ કબ્જે કર્યો છે અને સી.આર.પી.સી .કલમ ૪૧.૧ડી સગીર આરોપીની અટકાયત કરી હતી. પરંતુ વાલીઓએ જન્મનો આધાર રજૂ કરતાં તેને મુક્ત કરવામાં આવ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.