ભુજમાં ખુલ્લા આકાશે ઘરમાંથી 1.50 લાખની ચોરી


(ભુજ) શહેરની રેલવે કોલોનીમાં ખુલ્લા આકાશે માત્ર 1 કલાકના સમયમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1.50 લાખની મતાની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરીનો આ બનાવ ગત તા. 19ના સવારના 11.45 થી 12.40 વાગ્યાના આસપાસ બન્યો હતો. તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તિજોરીમાં રાખેલા રોકડા રૂ. 12000, સોનાના પાટલાની બે નંગ જોડી કાનની બુટીની બે નંગ જોડી, સોનાની વીંટી, નાકની સળી, સહીત 1.51 લાખની મતા તફડાવી ગયા હતાં. રેલવેના ઈન્જીનીયરીંગ વિભાગમાં નોકરી કરતા ફરીયાદી અમિતકુમાર રવિલાલ મોતાની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.