ભચાઉ પાસે 3.3ની તીવ્રતાનો આંચકો

(ભુજ) કચ્છમાં કોરોનના કહેર અને ગરમીના ઉકળાટ માહોલ વચ્ચે જિલ્લામાં ભુસ્તરિય સળવળાટનો દોર જારી રહ્યો હોય તેમ આજે સવારે 3 થી વધુની તીવ્રતાના 1 કંપને ધરતીને ધ્રુજાવી દીધી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી જાણવા મળેલી વિગતો અનુવાર સવારે 6.06 મિનિટે’ રિખ્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા ધરાવતા કંપનનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. તો આ  કેન્દ્ર બિન્દુમાં 1.5ની તીવ્રતાની અન્ય 1 હળવી ધ્રૂજારી અનુભવાઇ હતી. 6 દિવસ પહેલાં પણ ભચાઉ નજીક 3.3નું કંપન અનુભવાયું હતું. ટૂંકા ગાળામાં આ કંપન અનુભવાતાં હોવા છતાં તેની અસર એટલી વ્યાપક પ્રમાણમાં અનુભવાતી નથી.